તમિલ સિનેમાની જાણીતી દિગ્ગજ અભિનેત્રી મનોરમાના પુત્ર ભૂપતિનએ ઉંઘની દવાનો ઓવરડોઝ લેવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રી મનોરમાનો પુત્ર ભૂપતિ દારૂ પીવાનો એટલો શોખીન છે કે કે તેને દારૂ ન મળવાના કારણે પરેશાન હતો અને તેણે ઉંઘની દવા ખાઇ લીધી છે. લોકડાઉનના કારણે તેને દારૂ મળી રહ્યો ન હતો.
એક રિપોર્ટ અનુસાર, મનોરમાના પુત્ર ભૂપતિની દારૂની આદત છે અને તે આ વચ્ચે દારૂ ન મળવાના કારણે ડિપ્રેશ હતો. એવામાં તેણે ઉંઘની ગોળી ખાઇ લીધી અને દવાઓનો ઓવરડોઝના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ભૂપતિનો ચેન્નાઇ હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને કારણે દેશ વ્યાપી લોકડાઉન જાહેર કર્યું છે આ 21 દિવસના લોકડાઉન 14 એપ્રિલ સુધી છે. આ વચ્ચે દરેક જગ્યા પર માત્ર જરૂરી વસ્તુઓની દુકાનો ખુલી છે.
તમને જણાવી દઇએ કે સિનેમામાં મોટું નામ રહેલી અભિનેત્રી મનોરમાનું 2015માં મૃત્યું થયું હતું તેમણે હાર્ટ એટેક આવ્યો હતો મનોરમાએ 1964માં લગ્ન કર્યા પરંતુ બે વર્ષ બાદ જ તેમના છૂટાછેડા થઇ ગયા હતા. છૂટાછેડા બાદ થી તેમનો પુત્ર તેમની સાથે રહેતો હતો.

