લૉકડાઉન વચ્ચે 1 લાખ કરોડના બીજા પેકેજનુ એલાન કરી શકે છે સરકાર

મુખ્ય સમાચાર રાજકીય

કોરોના વાયરસના સંક્રમણને જોતા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે. આ લૉકડાઉનની અસર લગભગ દરેક સેક્ટર પર પડી રહી છે. એવામાં સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર કોરોના સામે જંગમાં આ સમસ્યાઓ સામે લડવા માટે વધુ એક મોટા પેકેજની ઘોષણા કરી શકે છે. સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા માટે જલ્દી 1 લાખ કરોડના પેકેજની ઘોષણા કરી શકે છે.

લૉકડાઉન વચ્ચે 1 લાખ કરોડના બીજા પેકેજનુ એલાન કરી શકે છે સરકાર
મોટેભાગે MSMEs પર કેન્દ્રિત કરવામાં આવી શકે

આની માહિતી બે અધિકારીઓએ આપી. આ પહેલા લૉકડાઉનના કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1.7 લાખ કરોડના રાહત પેકેજની ઘોષણા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ અધિકારીએ કહ્યુ કે બીજા પેકેજને મોટેભાગે MSMEs પર કેન્દ્રિત કરવામાં આવી શકે છે. વળી, અધિકારીએ કહ્યુ કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મોટી કંપનીઓ માટે એક અલગ પેકેજની ઘોષણા કરવામાં આવી શકે છે.

લૉકડાઉન વચ્ચે 1 લાખ કરોડના બીજા પેકેજનુ એલાન કરી શકે છે સરકાર
ટેક્સમાં છૂટ અને સરળ વ્યાજ

સૂત્રો મુજબ બીજા પેકેજમાં મેન્યુફેક્ચરીંગ, એવિએશન અને એમએસએમઈ સેક્ટરને ટેક્સમાં છૂટ અને સરળ વ્યાજ પર શરતને આધીન લોન જેવા એલાન કરવામાં આવી શકે છે. દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની અસર ઉદ્યોગો પર પડી છે. લૉકડાઉનના કારમણે બધુ ઠપ્પ પડ્યુ છે જેના કારણે નિર્મલા સીતારમણે 1.7 લાખ કરોડના રાહત પેકેજની ઘોષણા કરી હતી.