શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’ના ટ્રેલરની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. શાહિદની ફિલ્મ હોય એટલે તેની એક્ટીંગ અંગે તો કહેવુ જ શું? આજે ‘કબીર સિંહ’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલરમાં શાહિદ કપૂર એક ઝનુની આશિકનો જોરદાર રોલ નિભાવી રહ્યો છે.
શાહિદની આ ફિલ્મ 2017માં આવેલી તેલુગૂ બ્લોકબાસ્ટર ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશીયલ રીમેક છે. ફિલ્મમાં કિયારા અડવાણી મહત્વનો રોલ કરી રહી છે. આ ફિલ્મને સંદિપ વાગાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમાર સંભાળી રહ્યા છે.
ટ્રેલર રિલીઝ થતાજ સોશિયલ મીડિયા પર જાણે કે છવાઈ ગયુ છે. પ્રશંસકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રશંસકોના મતે તો આ ફિલ્મ શાહિદની કેરિયરની ખુબજ મહત્વ પૂર્ણ ફિલ્મ સાબીત થશે. કેટલાક પ્રશંસોકો તો માની રહ્યા છે કે આ ફિલ્મ બ્લોકબાસ્ટર સાબીત થશે.
કબીર સિંહ એક એવા માણસની કહાની છે, જે ડોક્ટર છે પણ થોડો સનકી છે અને જીદ્દી છે. તે ફક્ત પોતાના મનની વાત જ સાંભળે છે. કબીર સિંહ પાગલ પ્રેમી અને એક વિદ્રોહી પણ છે. જે પ્યારમાં દિવાનો થઈને પોતાની જ જિંદગી તબાહ કરી નાંખે છે. કબીર સિંહ શરાબી અને ડ્રગ એડિક્ટ બની જાય છે. અર્જુન રેડ્ડીને સાઉથમાં બહેતરીન રિસ્પોન્સ મળ્યો હતો. અર્જુન રેડ્ડીએ બોક્સ ઓફિસ પર ધુમ કમાણી કરી હતી.

