પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ આઈકોન છે. તે પોતાના પ્રથમ ગીત ‘ઇન માઇ સિટી’ દ્વારા અમેરિકામાં લોકપ્રિય થઇ ગઇ હતી. આ બાદ તેણે ટેલિવિઝન સીરિયલો, ફિલ્મોમાં કામ કર્યું. બોલીવૂડમાં પોતાને સ્થાપિત કર્યા બાદ તેણે હોલીવૂડમાં પણ લોકપ્રિયતા મેળવી છે. હાલમાં જ તેણે એક વધુ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. પ્રિયંકા હવેથી ફક્ત ભારત અને અમેરિકામા જ નહીં પરંતુ દુનિયાના ઘણા એશિયાઇ દેશોમાં ઓળખાશે. વાસ્તવમાં મેડમ તુસાદ વેકસ મ્યુઝિયમે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે. આ પોસ્ટમાં પ્રિયંકા પોતાના વેક્સ સ્ટેચ્યુનું અમેરિકાના ન્યુયોર્કના મ્યુઝિયમમાં ઉદ્ધાટન કરતી જોવા મળી છે. આ ઉપરાંત પ્રિયંકાના મીણના પૂતળા લંડન, સિડની, બેગકોક, અને સિંગાપોરમાં પણ મુકવામાં આવશે. પ્રિયંકા, મશહૂર સિંગર વિટની હાઉસટન પછીની બીજી એવી સેલિબ્રિટી બની છે જેના દુનિયામાં છ વેક્સ સ્ટેચ્યુ મુકાયા હોય. પ્રિયંકા બોલીવૂડમાં ત્રણ વરસ બાદ પાછી ફરી રહી છે. તે સોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં વ્યસ્ત છે. આ ઉપરાંત તે ફરહાન અખ્તર સાથે પણ અન્ય એક ફિલ્મમાં કામ કરતી જોવા મળશે.

