અડવાણી સંસદમાં 296 દિવસમાં 365 શબ્દ બોલ્યા

દેશ-વિદેશ

એક સમયે ભાજપના ફાયરબ્રાન્ડ વક્તાઓમાં સામેલ ભાજપના સિનિયર મોસ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણીને છેલ્લા પાંચ વર્ષમાં ભાગ્યે જ સંસદમાં બોલતા કોઈએ જોયા છે. છેલ્લા પાંચ વર્ષમાં અડવાણીની વક્ત તરીકેને છબી જાણે ધુંધળી પડી ગઈ છે.તેઓ ભાજપના સાંસદોમાં પહેલી હરોળમાં બેઠેલા તો નજરે પડે છે પણ મોટાભાગે તેઓ મૌન ધારણ કરીને બીજા સાંસદોની ચર્ચા જ સાંભળતા નજરે પડે છે. અડવાણી કેટલુ ઓછુ બોલે છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે  છેલ્લા 296 દિવસોમાં સંસદમાં તેઓ માત્ર 365 શબ્દો બોલ્યા છે. તાજેતરમાં નાગરિક સંરક્ષણ બિલમાં સુધારા વધારા કરવા અંગે જ્યારે સંસદમાં ભાજપ અને વિરોધી પક્ષોના સાંસદો વચ્ચે જોરદાર ચર્ચા છેડાઈ હતી ત્યારે પણ અડવાણી એક શબ્દ નહોતા બોલ્યા.