તીન તલાક કાયદો હટવા નહી દેવામાં આવે: PM મોદી

દેશ-વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત દરમ્યાન જલપાઇગુડીમાં તેમણે એક રેલીને પણ સંબોધિત કરી. આ દરમિયાન તેમણે તીન તલાક કાનુન પર કહ્યુ કે, વિશ્વાસ રાખો, આ કાનુન હટવા નહી દેવામાં આવે. નોંધનિય છે કે, કોંગ્રેસે સત્તામાં આવવા પર તીન તલાક કાયદો હટાવવાની વાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ અહીંની મમતા સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની માટીને બદનામ કરી દીધી છે અને લોકોને મજબૂર કરી દેવામાં આવ્યા છે. પ. બંગાળ જે પોતાની કલા અને સંસ્કૃતિ માટે ઓળખાય છે તે હવે હિંસા અને અલોકતાંત્રિક પદ્ધતિ માટે ચર્ચામાં છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશના ઇતિહાસમાં આ પહેલીવાર જોવા મળ્યુ કે કોઇ મુખ્યમંત્રી હજારો ગરીબોને લૂંટનારાઓના પક્ષમાં ધરણા પર બેસી જાય. આજે પશ્ચિમ બંગાળમાં એક એવા મુખ્યમંત્રી છે જે ગરીબોની મહેનતથી ભેગી કરેલી પાઇ-પાઇને લૂંટાવનારા સાથે ઊભી છે. શા માટે મમતા દીદી ચિટફંડ ગોટાળાની તપાસથી તમે આટલા ડરેલા છો?