સરકારે નવા વર્ષે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ 19 રૂપિયા વધારી દીધો છે. જ્યારે હવાઈ ઈંધણની કિંમતમાં 2.6 ટકા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ સરકારે મંગળવારે રેલવે ભાડામાં 1-4 પૈસા પ્રતિ કિલોમીટરના દરથી વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય રેલવેએ તાજેતરમાં જ ભાડું દર્શાવતો એક ચાર્ટ બહાર પાડ્યો હતો. તે મુજબ, 1 જાન્યુઆરી 2020થી સેકન્ડ(સામાન્ય) ક્લાસ માટેના ભાડામાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એસી ક્લાસમાં મુસાફરી કરનાર માટે 4 પૈસા પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે. સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર મુસાફરો માટે 2 પૈસા પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે.
કમર્શિયલ સિલિન્ડર(19 કિલો)ના ભાવમાં 29.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કારોબારીઓએ હવે સિલિન્ડર માટે 1325.00 રૂપિયા ચુકવવા પડશે. સતત પાંચમાં મહિને રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે.

