દિલ્હીમાં ચૂંટણી-પ્રક્રિયા અવરોધવા બદલ AAPના આ ધારાસભ્યને જેલ

મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હી કોર્ટે 2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવા બદલ આપના ધારાસભ્યને ત્રણ માસની જેલની સજા ફટકારી છે.

અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલે, જોકે પૂર્વ દિલ્હીના એક બૂથ ખાતે ચૂંટણી- પ્રક્રિયાને અવરોધનાર ગુન્હેગાર ધારાસભ્ય મનોજકુમારને ઉપરોક્ત હુક્મને ઉપલી કોર્ટમાં પડાકરવા માટે રૂા.10,000 ના બોન્ડ પૂુરા પડાતા જામીન મંજૂર કર્યા છે.

હાલમાં પૂર્વ દિલ્હીના કોન્ડલિ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય એવા મનોજ કુમારે એમના પરના આરોપોને નકારી કાઢી કેસને રાજકારણ પ્રેરિત ગણાવ્યો છે.

કુમારને સજા ફટકારતા કોર્ટ-હુક્મમાં જણાવાયું છે કે, એમને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ-131 (મતદાન કેન્દ્ર ખાતે કે એની નજીક તોફાની વર્તન અંતર્ગત એમને ત્રણ માસની સાદી કેદની સજા અને રૂા.10,000 નો દંડ કરવામાં આવે છે.

કોર્ટે કુમારને ભારતીય દંડસંહિતાની કલમ 186 (જાહેર ફરજ બજાવવાના કામમાં જાહેર સેવકને અવરોધ ઉભો કરવો અંતર્ગત પણ ત્રણ માસની જેલની સજા ફટકારી છે.

સાથે જ કોર્ટે એમ પણ જણાવ્યું કે આ સજા સામે પોતે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માગતા હોઇ કુમારે કરેલી વિનંતીને ગ્રાહ્ય રાખીને એમને 30 દિવસ માટે એટલે કે 25 જુલાઇ સુધી રૂા.10,000 ના સ્યોરિટિ બોન્ડ પર જામીન મુક્ત કરવામાં આવે છે.