રાહુલ ગાંધી બાદ કોણ સંભાળશે કોંગ્રેસની કમાન? આ નામ સૌથી આગળ

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામાની પોતાની જીદ પર અડગ છે. એવામાં નવા અધ્યક્ષના રૂપે કોઇના નામ પર નિર્ણય ન લઇ શકવાને કારણે પાર્ટી મુશ્કેલીમાં મુકાઇ છે. જોકે, કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે વિકલ્પ રૂપે કેટલાક નામ પર ચર્ચા થઇ છે. પરંતુ અંતિમ સ્વરૂપ બહાર આવતુ નજરે પડી રહ્યું નથી. કોંગ્રેસ પાર્ટીના નજીકના સૂત્રો અનુસાર, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગહલોત અને સુશીલ કુમાર શિંદેના સ્વરૂપે ત્રણ નામ આગળ આવ્યા છે. આ નામોને આગળ વધારવા પાછળ અનુભવ તો છે જ પરંતુ ગાંધી પરિવાર પ્રતિ તેમની વફાદારી પણ પ્રમુખ કારણ છે. આ ત્રણેય નામોમાં મલ્લિકાર્જૂન ખડગેનો ગત પાંચ વર્ષમાં લોકસભામાં વિપક્ષ નેતા સ્વરૂપે કામ ઠીક રહ્યું છે. ભલે તે દક્ષિણ ભારતથી આવતા હોય પરતું એવી સ્થિતિમાં અન્ય બે નામોની તુલનામાં એમની સ્થિતિ મજબૂત બની રહી છે. અન્ય એક પ્રસ્તાવ હેઠળ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પૂર્વ પીએમ મનમોહન સિંહનું નામ પણ સામે આવી રહ્યું છે. મનમોહન સિંહના નામના પ્રસ્તાવ પાછળ પ્રિયંકા ગાંધીના સમર્થકોનું નામ સામે આવી રહ્યું છે. એ લોકો ઇચ્છે છે કે અંતે પ્રિયંકા ગાંધી પાર્ટીની કમાન પોતાના હાથમાં લે. અન્ય વિકલ્પ છે કે યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અસ્થાયી રીતે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બને.