અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ના ટ્રેલરે લોકોના દીલો દિમાગ પર અસર કરી છે, આ ફિલ્મના ગીતો પણ આ જ કારણે સફળ રહ્યા છે. અક્ષય કુમાર જે રીતે તેની દરેક ફિલ્મમાં જાન રેડી દે છે તેવું જ કંઈક હાલ ‘કેસરી’ના ટ્રેલરને જોતા લાગી રહ્યુ છે. દર્શકો પર કેસરી જાદૂ ચલાવવા અક્ષય કુમાર તૈયાર છે. ફિલ્મનું પહેલુ ગીત પાંચ દિવસ પહેલા જ રિલીઝ થયુ હતુ. અક્ષયની ફિલ્મ કેસરીના પહેલા સોંગે સાનૂ કહદી રિલીઝ થતાની સાથે જ થોડા સમયમાંજ ટ્વિટર પર ટ્રેન્ડ કરવામાં સફળ રહ્યુ હતુ. આજે આ જ ફિલ્મનું બીજુ ગીત પણ રિલીઝ થયુ છે. બીજુ ગીત છે આજ સિંહ ગરજેગા રિલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મના આ ગીતને પંજાબી સિંગર જૈજી બી અને ચિરરતન ભટ્ટે પોતાનો કંઠનો કામણ પાથર્યો છે.
