કેજરીવાલે બંપર જીત માટે ભારત માતાની જીત સાથે લોકોનો આભાર માન્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હી વિધાન સભા ચુટણીમાં બંપર જીત નોંધાવીને આમ આદમી પાર્ટીનાં સંયોજક અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જનતાનું અભિવાદન કર્યું.

આપ ની જીત બાદ દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયથી અરવિંદ કેજરીવાલે ભારત માતાની જયનાં નારા લગાવતા કહ્યું કે દિલ્હીવાલો તમે ગજબ કરી નાખ્યો, દિલ્હીવાલો આઇ લવ યું.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે માત્ર દિલ્હી નહીં પરંતું ભારત માતાની જીત છે, આ નવી પ્રકારની રાજનીતી છે, તમામ દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કરૂ છું, કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતાને ધન્ય આપું છું. જેમણે આમ આદમી પાર્ટી પર ત્રીજી વખત ભરોસો વ્યક્ત કર્યો.

અમે આશા રાખીએ છિએ કે હનુમાનજી અમને સાચો રસ્તો બતાવશે

આપ નેતા અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આજે ભગવાન હનુમાનજીનો દિવસ છે, તેમણે દિલ્હીવાસીઓને આશીર્વાદ આપ્યા છે, અમે પ્રાર્થના કરીએ છિએ કે હનુમાનજી અમને સાચો રસ્તો બતાવશે, જેથી અમે આગમી પાંચ વર્ષ સુંધી લોકોની સેવા કરતા રહીએ, કેજરીવાલે કહ્યું કે પરિણામોથી દિલ્હીની જનતાએ દેશને સંદેશ આપ્યો, દિલ્હીનાં લોકોએ મોટી આશાથી અમને આટલી બેઠકો આપી છે, અમે સાથે મળીને 5 વર્ષ કઠોર મહેનત કરી છું.

કેજરીવાલ આતંકવાદી નથી પણ કટ્ટર દેશભક્ત છે

આ પહેલા આમ આદમી પાર્ટીનાં રાજ્યસભાનાં સાંસદ સંજય સિંહની જીતને હિંદુસ્તાનની જીત દર્શાવી, સંજય સિંહે રહ્યું દિલ્હીની જનતાએ બતાવી દીધું તેમનો પુત્ર અરવિંદ કેજરીવાલ આતંકવાદી નહીં, કટ્ટર દેશભક્ત છે, દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલ આતંકવાદ કહેવાનો જવાબ આપ્યો.

સંજય સિંહએ કહ્યું કે નફરતની રાજનીતી કરવામાં આવી રહી હતી, તેને દિલ્હીની જનતાને નકારી છે, દિલ્હીની પ્રજાએ કામનાં નામ પર વોટ આપ્યો.

એકતા અને ભાઇચારાની રાજનીતીએ જીત અપાવી, આ કામની જીત છે, વિજળી, પાણી, ચિકિત્સા, શિક્ષણ, એટલે કે મુશ્કેલીઓને ઓછી કરવા માટે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે.