દિલ્હી જંગઃ AAP 60થી વધુ બેઠકો જીતે તેવી શક્યતા, રસાકસી બાદ સિસોદિયાની જીત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હીના ચૂંટણી જંગમાં ભાજપને શરૂઆતના રાઉન્ડમાં જે સરસાઈ મળી હતી તે પણ હવે ધોવાતી નજરે પડી રહી છે

લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે તો આમ આદમી પાર્ટી ગત ચૂંટણીમાં મેળવેલી 67 બેઠકોના આંકડાની નજીક આ વખતે પણ પહોંચે તેવી શક્યતા છે કારણકે હાલમાં આપ 63 બેઠકો પર આગળ છે અથવા જીતી ચુકી છે જ્યારે ભાજપને માત્ર 7 જ બેઠકો પર હાલમાં સરસાઈ મળેલી છે.

બીજી તરફ આપના નેતા અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા રસાકસી બાદ પટપડગંજ વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. શરૂઆતમાં આ બેઠક પર સિસોદિયા પાછળ ચાલી રહ્યા હતા. આ બેઠક પર તેમને ભાજપના ઉમેદવાર રવિન્દ્રસિંહ નેગીએ જોરદાર લડત આપી હતી. જોકે છેલ્લે પાતળી સરસાઈથી પણ સિસોદિયા જીતી ગયા હતા.