નેતા અધીર રંજનને આ કારણે માગવી પડી માફી

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ એક નિવેદન કરીને વિવાદ સર્જ્યો હતો, જોકે બાદમાં તેમણે માફી પણ માગી લીધી હતી. અધીર રંજન ચૌધરીએ નરેન્દ્ર મોદી અને ઇંદિરા ગાંધી વચ્ચેનો ભેદ જણાવતા કહ્યું હતું કે ક્યાં મા ગંગા અને ક્યાં ગંદી નાળી. અધીર રંજનના આ નિવેદન બાદ સંસદમાં ભાજપ સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને નરેન્દ્ર મોદી અંગે આ પ્રકારનું નિવેદન કરવા બદલ માફીની માગણી પણ કરી હતી.

સમગ્ર મામલો ભારે હોબાળા બાદ અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ભાજપના એક સાંસદે સ્વામી વિવેકાનંદની સરખામણી નરેન્દ્ર મોદી સાથે કરી દીધી હતી કેમ કે બન્નેના નામ નરેન્દ્ર છે. આ સરખામણીને કારણે બંગાળના લોકોને ઠેસ પહોંચી છે.

કોંગ્રેસ નેતાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તે સમયે મે એટલુ જ કહ્યું હતું કે જો તમે મને ઉશ્કેરશો તો હું એટલું જ કહીશ કે તમે મા ગંગાની સરખામણી ગંદી ગટર સાથે કરી રહ્યા છો. કોંગ્રેસે નરેન્દ્ર મોદીને મોટા સેલ્સમેન પણ કહ્યા હતા. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ભાજપ ફરી સત્તામાં આવ્યો છે કેમ કે મોદી સારા અને મોટા સેલ્સમેન છે અને કોંગ્રેસ પોતાનું માર્કેટિંગ કરવામાં નિષ્ફળ રહી છે.