જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક આજે પુલ ધરાશાયી થયો હતો. આ દરમિયાન તેના પરથી પસાર થતી ત્રણથી ચાર કાર પણ નીચે ખાબકી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
ગીર વિસ્તારમાં વધુ વરસાદથી કોઝવે તૂટ્યો
જૂનાગઢથી મેંદરડા થઇને સાસણ તરફ જતા માલણકા પાસે આવેલો પુલ આજે 7 વાગ્યા આસપાસ અચાનક ધરાશાયી થયો હતો. જેમાં ત્રણથી ચાર કારમાં સવાર મુસાફરો ફસાયા હતાં. જ્યારે અમુક મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ અને મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પૂલ ધરાશાયી થતાં હાલ જૂનાગઢની મેંદરડા જવાનો રસ્તો બંધ થયો છે. મેંદરડાં પોલીસ, એસ.ડી.એમ, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. લોકાના મતે ઉપરવાસ ગીર વિસ્તારમાં વધુ વરસાદથી પાણીની આવકને કારણે કોઝવે તૂટ્યો હતો.

