દિવાળીના તહેવારોને લઈ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન અમદાવાદથી ઉત્તર-દક્ષિણ અને પૂર્વ ભારતમાં જતી વિવિધ ટ્રેનોમાં તેમજ ગુજરાતના વિવિધ શહેરોને જોડતી ટ્રેનોમાં વધારાના 3 ટિયર એસી કોચ, સ્લીપર કોચ જોડવામાં આવશે. ઉપરાંત પાંચ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવાશે. તહેવારોની સિઝનને લઈ ટ્રેનોમાં મુસાફરોની વધતી ભીડને લઈ પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
30 ટ્રેનોમાં વધારાના કોચ લગાડવામાં આવશે
– અમદાવાદથી લખનઉ, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, સુલ્તાનપુર, પટના, વૈષ્ણોદેવી જતી ટ્રેનોમાં
– બાન્દ્રા ટર્મિનસથી ભાવનગર, ભૂજ, દિલ્હી સરાય રોહિલ્લા, જમ્મુતવી જતી ટ્રેનોમાં
– દાદર-ભૂજ, સયાજી નગરી તવી એક્સપ્રેસ, પોરબંદર-હાવડા એક્સપ્રેસ, ભાવનગર-કોચુવેલી, ઓખા-તૂતોકોરીન વિવેક એક્સપ્રેસ, ઓખા-વારાણસી, ઓખા-જયપુર, પોરબંદર-સાંત્રાગાંછી જતી ટ્રેનોમાં
– પોરબંદરથી સિકંદરાબાદ, મુઝફ્ફરપુરા અને દિલ્હી સરાય રોહિલ્લા ટ્રેનોમાં
– જામનગર-તિરૂનેલવેલ્લી, હાપા-મડગાંવ, ગાંધીધામ-પુરી, સુરત-મહુવા, અને વલસાડ-જોધપુર ટ્રેનોમાં
5 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
1. બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી
2. અમદાવાદ-MGS ચેન્નાઈ સેન્ટ્રલ
3. રાજકોટ-નાગપુર
4. હાપા-સાંત્રાગાંછી
5. હઝરત નિઝામુદ્દીન-પૂણે

