નર્મદાઃ ભાજપ યુવા મોરચાની રેલીમાં બાઇક પર જતાં યુવકોનું અકસ્માત, 3નાં મોત

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

નર્મદા જિલ્લાના હેલંબી ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 યુવાનોના મોત નીપજ્યા છે. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે. ઘટનામાં મૃતક યુવકો કામેથી બહાર ગયા હતા જેઓ કામ પતાવી ઘરે પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન રસ્તામાં તેઓને કાળ ભેટ્યો હતો. ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક વિગત પ્રમાણે નર્મદાના પ્રતાપપુરા ગામના યુવાનો પોતાનું કામ પૂર્ણ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી આવી બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવાન ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેના હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.