હોટલમાં નાસ્તાની લાઈનમા ઉભેલા એક આતંકવાદીએ બોમ્બ વિસ્ફોટ કર્યો, હવે સુરક્ષામાં વધારો અને કર્ફ્યુ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શ્રીલંકાના કોલંબોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં કુલ 290 લોકોના મોત અને 500થી વધારે લોકો ઘાયલ થયા. ત્યારે સોમવારે સવારે કોલંબો એરપોર્ટ નજીકથી વધુ એખ આઈઈડી મળી આવ્યો. જો કે, આ આઈઈડીને પોલીસે નિષ્ક્રિય કર્યો. ત્યારે બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ અત્યાર સુધીમાં 24 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોમ્બ વિસ્ફોટમાં ત્રણ જેટલા ભારતીય નાગરિકના પણ મોત થયા છે.

મળતી માહિતી મુજબ એક હોટલમાં નાસ્તાની લાઈનમા ઉભેલા એક આતંકવાદીએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. છ કલાકમાં આઠ જેટલા બોમ્બ વિસ્ફોટમાં આખુ કોલંબો ધણધણી ઉઠ્યુ હતુ. વિસ્ફોટની ઘટના બાદ શ્રીલંકાની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ પણ લાગુ કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટની ઘટનાને અંજામ આપવા માટે એક વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસનું કહેવુ છે કે, કોલંબોમાં દહેશત ફેલાવવા માટે આઈઈડી શ્રીલંકામાં જ બનાવવામાં આવ્યા હતા. જે બાદ આતંકવાદી હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.

શ્રીલંકાના કોલંબોમાં આવેલા વિવિધ ચર્ચમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ બાદ ગોવામાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી. ગોવામાં અનેક મોટા અને જાણાતી ચર્ચ આવેલા છે. જેમા સુરક્ષાદળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ગોવાના આઈજીપી જસપાલ સિંહે આપી છે. મહત્વપૂર્ણ છે કે કોલંબોમાં આતંકવાદીઓએ ચર્ચને નિશાન બનાવતા દિલ્હી સહિત ગોવામાં એલર્ટ આપવામાં આવ્યુ છે. જેથી અહી પણ સુરક્ષા વધારવામાં આવી છે.

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટર પર્વ પર થયેલા સિરિયલ બ્લાસ્ટની હજુ કોઈ આંતકી સંગઠનોએ જવાબદારી લીધી નથી. જોકે વિદેશી મીડિયામાં નેશનલ તૌહિથ જમાતનું નામ લેવામાં આવી રહયુ છે. નેશલ તૌહિથ જમાત સંગઠન ઈસ્લામિક કટ્ટરવાદીઓનું સંગઠન છે. જેને તમિલનાડુમાં પણ સક્રિય છે. મળતી માહિતી મુજબ શ્રીલંકા પોલીસના મુખ્ય અધિકારીને 10 દિવસ પહેલા એલર્ટ કરવામાં આવ્યુ હતુ કે દેશભરના મુખ્ય ચર્ચમાં આવા હુમલા થઈ શકે છે.

વિદેશી ગુપ્તચર વિભાગે માહિતી આપી હતી કે નેશનલ તોહિથ જમાત નામનું સગઠન સ્યુસાઈડ હુમલાની તૈયારી કરી રહ્યું છે. તો બીજી તરફ પાકિસ્તાની નેતા અને એમક્યુએમના સંસ્થાપક અલ્તાફ હુસેને દાવો ક્રયો છે, કે કોલંબોમાં થયેલા બ્લાસ્ટમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોઈ શકે છે. હુસૈનના સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પોતાની અપીલમાં કહ્યુ કે આ બ્લાસ્ટમાં આઈએસઆઈના સામેલ હોવાની સંભાવનાને નકારી શકાય નહી.