દિલ્હીમાં અતિથિ શિક્ષક હવે 60 વર્ષ સુધીની ઉંમર સુધી ભણાવી શકશે. દિલ્હી સરકારે તેની મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગેની નવી નીતિને મંજૂરી આપી દીધી છે. લેફટનન્ટ ગવર્નર તરફથી સહમતિ મળ્યા બાદ તમામ અતિથિ શિક્ષકો હવે નિયમિત શિક્ષકોની ઉંમર સુધી કામ કરી શકશે.
નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે નવી નીતિથી વર્તમાનમાં કાર્યરત તમામ અતિથિ શિક્ષકોને લાભ મળશે. તેમણે કહ્યું કે હું નીતિ લઈને એલજી પાસે જઈ રહ્યાે છું. રાજધાનીમાં 28 ફેબ્રુઆરીથી અતિથિ શિક્ષકોની નિમણૂક અમાન્ય થઈ ગઈ છે. પરિક્ષા અને નવા સત્રમાં આને લઈને મોટી અડચણ થશે. સિસોદીયાએ કહ્યું કે હરિયાણામાં 58 વર્ષની ઉંમર સુધી અતિથિ શિક્ષક કામ કરે છે. જ્યારે ત્યાં થઈ શકે છે તો હરિયાણામાં શા માટે નહી

