કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા નિતિન ગડકરી મહારાષ્ટ્રના નાગપુરમાં એક જનસભામાં કેટલાંક લોકો દ્વારા પૃથક વિદર્ભ રાજયના પક્ષમાં સૂત્રોચ્ચાર થતા ભડકયા. એટલે સુધી કે ગડકરી એ આ લોકોને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપી દીધી. જો કે વાત એમ છે કે જનસભામાં ગડકરી એ જયારે ભાષણ આપવાનું શરૂ કર્યું તો ભીડમાં વિદર્ભ સમર્થક કેટલાંક કાર્યકર્તા સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને ત્યાં બેઠેલા મીડિયાના લોકોમાં કાગળિયા પણ ફેંકયા. તેના પર ગડકરી નારાજ થઇ ગયા અને તેમણે એ લોકોને શાંત રહેવાનું કહ્યું. ત્યારબાદ ગડકરી એ કહ્યું કે જો તેઓ ફરીથી હોબાળો કરે છે તો તેમણે થપ્પડ મારો. ઘાટા પાડવાનું બંધ કરો. અન્યથા થપ્પડ પડી જશે અને બહાર કાઢી મૂકવામાં આવશે આ બધાને બહાર કાઢી મૂકો. જે સમયે ગડકરીની સભામાં આ હોબાળો થઇ રહ્યો હતો, મંચ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હતા. જો કે તેમ છતાંય વિદર્ભ રાજયની માંગણીને લઇ કેટલાંક લોકો સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને તેમને મનાવામાં ભાજપના નેતાઓને ઘણી મહેનત કરવી પડી. વિદર્ભમાં વીજળી, જંગલ, ખનીજ સંપદા, કોલસા એ તમામ સંપદાઓ છે. તેમ છતાંય વિદર્ભની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય છે.

