સૂચના અને માહિતી પ્રસારણ મામલા માટે બનેલી સંસદીય સમિતિએ ફેસબુક-વોટસએપ સહિત તમામ સોશ્યલ મીડિયા કંપનીઆેને નિર્દેશ આપ્યો છે કે તેઆે 10 દિવસમાં ડેટા સુરક્ષા અંગેનું માળખું રજૂ કરે.
ફેસબુક, વોટસએપ અને ઈન્સ્ટાગ્રામના અધિકારીઆે સાથેબેઠક બાદ સમિતિના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સમાજને વહેંચવા અને હિંસા ભડાવવા માટે થવો જોઈએનહી. વિદેશી શિક્તઆે આ પ્લેટફોર્મ દ્વારા ભારતમાં થનારી ચૂંટણીઆેને નુકસાન ન પહાેંચાડી શકે તે અંગેના પ્રયત્નો જરૂરી છે. કંપનીના અધિકારીઆેએ એ પણ માન્યું કેઆ મામલામાં સુધારા કરવાની જરૂર છે અને આગળ તેઆે આ દિશામાં કામ કરશે.

