મુંબઈ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવા માટે નીતા અને મૂકેશ અંબાણી તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આજે શહેર અને રાષ્ટ્રને – 20 મિલિયન મુંબઇકર અને શહેરના મુલાકાતીઓ માટે – નવું અને ગૌરવપૂર્ણ સીમાચિહ્ન ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર સમર્પિત કર્યું. ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની સામે આવેલો છે.
ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર જિયો વર્લ્ડ સેન્ટરનો ભાગ છે, જ્યાં ભારતની સૌથી મોટી અને શ્રેષ્ઠ ગ્લોબલ કન્વેન્શન સુવિધા અને સેવા સ્થાપિત કરવાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરીટી (એમ.એમ.આર.ડી.એ.)નું સંયુક્ત ધ્યેય છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, “ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર અને જિયો વર્લ્ડ સેન્ટર ભારતના મહાન સપૂતનું વિઝન પૂરું કરે છે, જે માનતા હતા કે ભારતમાં રાષ્ટ્રનિર્માણના દરેક ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠતા મેળવવાની ક્ષમતા છે.”

