હોળાષ્ટક ક્યારે છે? આ તારીખોમાં કરેલું શુભ કામ થઇ જશે અશુભ

ગુજરાત ધર્મદર્શન મુખ્ય સમાચાર

આ વર્ષે હોળાષ્ટક 13 માર્ચ 2019, બુધવારથી શરૂ થશે. 13 માર્ચથી 20 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. 20 માર્ચ હોળિકા દહનની સાથે આ સમાપ્ત થશે. હોળાષ્ટકના દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નિષેધ છે.

હોળાષ્ટકને કેમ માનવામાં આવે છે અશુભ?
માન્યતા છે કે, ભક્ત પ્રહલાદની નારાયણ ભક્તિથી ક્રોધિત થઈ હિરણ્યકશ્યપે હોળી પહેલાના આઠ દિવસોમાં ભક્ત પ્રહલાદને ખુબ કષ્ટ આપ્યા હતા. ત્યારથી આ આટ દિવસ હિન્દૂ ધર્મમાં અશુભ માનવામાં આવે છે. આ 8 દિવસોમાં ગ્રહ પોતાનું સ્થાન બદલે છે. ગ્રહોનો ફેરફાર થતો હોવાના કારણે હોળાષ્ટક દરમ્યાન કોઈ શુભ કાર્ય નથી કરવામાં આવતા.

શું કરો?

શાસ્ત્રો અનુસાર હોળાષ્ટકના દિવસોમાં જે વ્રત કરવામાં આવે છે, તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. જો વ્રત ન કરી શકો તો, આ સમયમાં દાન કરવું જોઈએ. તમે વસ્ત્ર, અનાજ અને પોતાની ઈચ્છા અનુસાર ધનનું દાન કરી શકો છો.

શું ન કરો?
શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. આ સમયમાં લગ્ન, ગૃહ પ્રવેશ, નિર્માણ, નામકરણ વગેરે શુભ કાર્ય નિષેધ છે. નવા કામ પમ શરૂ નથી કરી શકાતા.