ઉન્નાવ: કમિશ્નરના આશ્વાસન પછી અંતિમ સંસ્કાર કરવા માટે થયો રાજી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ પીડિતનો પરિવાર અંતિમ સંસ્કાર માટે રાજી થઇ ગયા છે. કમિશ્રનરના આપવામા આવેલા ન્યાયના આશ્વાસન બાદ પીડિતાના પરિવારની તરફથી નોકરી, પરિવારની સુરક્ષા અને હથિયારનું લાઇસન્સ દેવાની માગને માનવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ પીડિતાના પાર્થિવ શરીરને શનિવારના રાતના જ ઉન્નાવ લઇ જવામા આવ્યુ છે. એના પછી આજે તેના અંતિમ સંસ્કારની વિધી કરવામા આવી હતી. પરંતુ આજે સવારે પીડિતાના પરિવાર મુખ્યમંત્રી યોગીને મળવાની વાતને લઇને અડગ હતો. ત્યારે, આ માગને પૂરી કરવાના વાયદા પછી પીડિતાનો પરિવાર અંતિમ સંસ્કાર માટે માની ગયો હતો.

ઉન્નાવમા રેપની પીડિતાને આગના ચાંપવામા આવી હતી, ત્યારબાદ પીડિતાને શુક્રવારના રાતે દિલ્હીના સફરજંગના હોસ્પિટલમા જ મોત થઇ ગઇ છે. લગભગ 90% દાઝી ગયેલી પીડિતાને ગુરૂવારના રોજ એયરબસના દિલ્હીના સફરગંજ હોસ્પિટલ લાવવામા આવી હતી. હોસ્પિટલની તરફથી જણાવવામા આવ્યુ કે શુક્રવારના રાતે 11:40 વાગ્યે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.