શૈલજા ધામી (Shaliza Dhami)એ ભારતીય વાયુસેના દળની પહેલી મહિલા ફ્લાઇટ કમાન્ડર બની ઇતિહાસ રચ્યો છે. શૈલજા હિન્ડન એરબેઝ પર ચેતક હેલિકોપ્ટર યૂનિટની ફ્લાઇટ કમાન્ડરની જવાબદારી નિભાવશે. પંજાબની શૈલજા ધામી 15 વર્ષથી ઇન્ડિયન એર ફોર્સમાં કાર્યરત છે અને એવું પહેલીવાર નથી કે જ્યારે એમણે કોઇ ઇતિહાસ રચ્યો હોય.
આ પહેલા પણ શૈલજા પહેલી મહિલા ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર રહી ચૂકી છે અને ફ્લાઇંગ બ્રાન્ચની સ્થાઇ કમીશન પ્રાપ્ત કરનાર પહેલી મહિલા છે. એટલે કે એમને લાંબા કાર્યકાળ માટે ફ્લાઇંગ બ્રાન્ચમાં સ્થાયિ કમીશન આપવામાં આવી રહ્યું છે.શૈલજા 9 વર્ષની ઉંમરથી જ પાયલટ બનવા માંગતી હતી. હવે એમણે હેલિકોપ્ટર ઉડાવે છે અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્ડન એરબેઝ પર ચેતક હેલિકોપ્ટરની ફ્લાઇટ કમાન્ડર છે.
ચેતક એક લાઇટ યૂટિલિટી હેલિકોપ્ટર છે જેમા 6 પેસેન્જર બેસી શકે છે. આ પ્રતિ કલાક 220 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે. આ હેલિકોપ્ટર સામાન ટ્રાન્સપોર્ટ કરવા, સર્ચ અને રેસ્ક્યૂ, ઇમરજન્સી મેડિકલ સર્વિસ આપવા અને સમુદ્ર કિનારાથી દૂર ઓપરેશનમાં કામ આવે છે.