કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સંસદ ભવનમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડો ભાલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠ કરી. આ દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આસંકા અને એલઓસી પર પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીના ખતરનાને જોતા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં આઇબીના પ્રમુખ સામંત કુમાર ગોયલ પણ ઉપસ્થિત હતા.
એલઓસી પર ઘુસણકોરીની કોશિષ નાકામ, 7 આતંકી ઠાર
ભારતીય સેનાએ શનિવાર રાત્રે જણાવ્યું હતું કે પાકિસ્તાની બૈટએ 31 જુલાઇ અને 1 ઓગષ્ટના કેરન સેક્ટરમાં કેટલીય વાર એલઓસી પાસે ઘુસણખોરીની કોશિષ કરી હતી. જવાબી કાર્યવાહીમાં 7 આતંકી ઠાર કરવામાં આવ્યા હતા. સેનાએ કહ્યું છે કે પાકિસ્તાની સેના સફેદ ઝંડા સાથે આવે અને આતંકવાદીઓની બોડી ઉઠાવીને લઇ જાય.
અમે જાણવા માગીએ છીએ કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે- ઓમર
જમ્મૂ કાશ્મીરમાં પાછલા અમુક દિવસોથી રાજ્યને વિશેષ દર્જા આપનાર અનુચ્છેદ 35એને લઇને ઘણા પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. તેને લઇને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી હતી. ઉમરે કહયું કે અમે જાણવા માગીએ છીએ કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે. રાજ્યપાલ જમ્મુ કાશ્મીરને લઇને કશુ કહી નથી રહ્યા. કાશ્મીર સંબંધી નિર્ણય રાજ્યપાલ નહિં પરંતુ કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે.
ભારતના લોકોની જગ્યાએ જમીનને મહત્વ આપ્યું- મહેબુબા
રાજ્યપાલે શુક્રવાર રાતે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે અલગ અલગ રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિમંડળને બોલાવ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રાજ્યપાલને કહ્યું હતું-અફવાઓને દૂર કરવામાં આવે. ખીણમાં તેના લીધે તણાવ વધી રહ્યો છે. હવે મામલો આરપારનો થઇ ગયો છે. ભારતે લોકોની જગ્યાએ જમીનને મહત્વ આપ્યું છે. તાજેતરમાંજ કેન્દ્ર સરકારે 10 હજાર વધારાના સૈન્યદળની તૈનાતી કરી છે.

