ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 22 રને જીતી હતી.તે સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ભારત વિન્ડીઝ વિરુદ્ધ 8 વર્ષ પછી વિદેશમાં સિરીઝ જીત્યું છે. ટીમ છેલ્લે 2011માં કિંગ્સ્ટન ખાતે સિરીઝ જીતી હતી. તેમજ વિન્ડીઝ સામે સતત બીજી ટી-20 સિરીઝમાં જીત મેળવી છે. ઉપક્પ્તાન રોહિત શર્માએ 51 બોલમાં 6 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 67 રન કર્યા હતા. તે ઉપરાંત આ ઇનિંગ્સમાં તે ટી-20માં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો હતો.
168 રનનો પીછો કરતા વિન્ડીઝે 15.3 ઓવરના 4 વિકેટ ગુમાવી 98 રન કર્યા હતા. ત્યારે તેમને ડકવર્થ લુઈસ પ્રમાણે 120 રનની જરૂર હતી. તેથી તેઓ 22 રને મેચ હારી ગયા હતા. તેમના માટે એકમાત્ર રોવમેન પોવેલ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 34 બોલમાં 6 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 54 રન કર્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યું ન હતું. ભારત માટે કૃણાલ પંડ્યાએ 2 વિકેટ, જયારે ભુવનેશ્વર કુમાર અને સુંદરે 1-1 વિકેટ લીધી હતી.

