કેન્દ્ર સરકાર દ્વારા ઘાટીમાં 10 હજાર સૈનિકોની તૈનાતી બાદ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ બીજેપી સરકારને સતત ચેતવણીઓ આપી રહી છે. રવિવારે કાશ્મીરમાં હાલની સ્થિતી પર ચર્ચા માટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના ઘરે એક સર્વદળીય બેઠક કરવામાં આવી. આ બેઠકમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી પણ હાજર હતા.
સૂત્રો મુજબ આ બેઠક પહેલા મહેબૂબા મુફ્તીના ઘરે થવાની હતી. પરંતુ અંતિમ સમયે એનસી સંરક્ષણ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના ઘરે રાખવામાં આવી. આ બેઠક જમ્મુ-કાશ્મીરના હાલની સ્થિતિ પર કેન્દ્રીત હતી. જેમાં વિશેષ રાજ્ય દરજ્જા પર ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ ફારુક અબ્દુલ્લાએ મીડિયાને સંબોધિત કરી અને કહ્યું કે કોઈ પણ સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરથી વિશેષ દરજ્જો છીનવા નહીં દઈએ.
ઉપરાંત તેમને કહ્યું કે,‘હું ભારત અને પાકિસ્તાન બન્ને દેશોને અપીલ કરુ છું કે તેઓ એવા કોઈ પણ પગલા ન ઉઠાવે જેનાથી ઘાટીના લોકોને પરેશાની થાય અને બંન્ને દેશો વચ્ચે તણાવ અને ચિંતાનો માહોલ વધે. અબ્દુલ્લાએ કહ્યું કે,‘ખીણનાં સેનાની વધુ તૈનાતીથી સ્થાનિક લોકોમાં ડર છે અને તેઓ ગભરાયેલા છે. આજ દિવસ સુધી આવું ક્યારે થયું નથી કે અમરનાથ યાત્રા સમય પહેલા રદ્દ કરવામાં આવી હોય. જોકે તેમને ઘાટીનો લોકોને શાંતિ જાળવી રાખવા પણ અપીલ કરી છે.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો બચાવી રાખવો જોઈએ. આ સાથે તેમને દરેક વિપક્ષી પાર્ટીઓથી એકસાથે આવવા અપીલ પણ કરી છે. અબ્દુલ્લાએ બેઠકમાં કહ્યું કે,‘વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિને કાશ્મીરનાં લોકોનાં હિતને સમજવું જોઇએ. તેમણે એવા કોઇ પણ પગલા ન ઉઠાવવા જોઇએ જેના કારણે માહોલ ખરાબ થાય.’ આપને જણાવી દઈએ કે આ પહેલા પીડીપી પ્રમુખ મુફ્તીએ ટ્વીટ કરીને ફારુક અબ્દુલ્લાને સર્વદળીય બેઠક બોલાવવાની અપીલ કરી હતી.

