મુબંઈ – ગુજરાત વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો, ભારે વરસાદના પગલે 26 ટ્રેન રદ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે ટ્રેન સેવા પર અસર જોવા મળી રહી છે. સુરત, વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદને કારણે ટ્રેન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે મુંબઈ અને ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. મુંબઈ અને ગુજરાત વચ્ચેની 26 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો મુંબઈ અને રાજસ્થાન વચ્ચે ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઇ ગયા છે. તો રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદને કારણે ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. મુંબઇ તરફથી આવતી મોટાભાગની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ભરૂચ અને સુરતમાં ભારે વરસાદના કારણે 26 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. મુંબઇ અને ગુજરાત વચ્ચે ચાલતી ટ્રેન કેન્સલ કરવામાં આવી તો મુંબઇ અને રાજસ્થાન વચ્ચે ગુજરાત થઈને જતી ટ્રેન પણ કેન્સલ કરાઈ છે.