ચેક બાઉન્સ થવા પર મોટાભાગના લોકો પરેશાન થવા લાગે છે. ચેક બાઉન્સથી જોડાયેલા ઘણા કેસો સુપ્રીમ કોર્ટ પાસે આવ્યા છે, ત્યારબાદ કોર્ટે ચેક બાઉન્સના નિયમ અંગે સંશોધન કર્યું છે. ચેક બાઉન્સ થવા પર વચગાળાનું વળતર મેળવા ફરિયાદકર્તાએ એક જરૂરી શરતો પૂર્ણ કરવી પડશે.
સુપ્રીમ કોર્ટે આ મામલાની સ્પષ્ટ કરતા કહ્યું કે, નેગોશિએબન ઈન્સ્ટ્રૂમેન્ટ અધિનિયમની કલમ 143A અંગે 2018માં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન બાદ ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદીને 20% વચગાળાનું વળતર મેળવવાનો હક્ક મળશે
ઉલ્લેખનિય છે કે, નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ અધિનિયમની કલમ 143A હેઠળ જોગવાઈ છે કે, જો ચેક બાઉન્સ થવાનો કેસ કોર્ટમાં પેન્ડીંગ છે તો પણ આરોપીએ ફરિયાદકર્તાને વચગાળાનું વળતર આપવું પડશે.
ચેક બાઉન્સ આવી સ્થિતિમાં થાય છે
જો કોઈએ આપેલો ચેક તમે બેંકમાં જમા કરાવવા જાવ છો, ત્યાર બાદ ચેક આપનાર પક્ષકારના એકાઉન્ટમાં તમને આપેલા ચેક મુજબની રકમ નથી તો બેંક તે ચેકની કેન્સલ કરી દે છે, જેને ચેક બાઉન્સ કહેવામાં આવે છે. જ્યારે ચેક બાઉન્સ થાય છે ત્યારે બેંક તરફથી એક સ્લિપ આપવામાં આવે છે. આ સ્લિપમાં ચેક બાઉન્સ થવાનું કારણ લખેલું હોય છે.
20% રકમ જમા કરાવવાની જોગવાઈ
નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં સંશોધન કરી જોગવાઈ કરવામાં આવી છે કે, ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં આરોપીએ બાઉન્સ થયેલા ચેકના રકમની 20% રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે. જો લોઅર કોર્ટમાં ચુકાદો આરોપી વિરૂદ્ધનો આવે અને ત્યારબાદ તે અપર કોર્ટમાં અપીલ કરે ત્યારે પણ તેણે કુલ રકમની 20% રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે.
ચેક કોણ ઈશ્યુ કરે છે
તમને જણાવી દઈએ કે, ચેક કોઈ વ્યક્તિ કે કંપની ઈશ્યુ કરે છે. આ ઉપરાંત ટ્રસ્ટ અને સોસાયટી સહિત અન્ય સંસ્થઆઓ પણ ચેક ઈશ્યુ કરી શકે છે. આ સાથે તમને જણાવી દઈએ કે, કોઈપણ ચેક ઈશ્યુ થવાની તારીખથી લઈને 3 મહિના સુધી જ માન્ય રહે છે.

