એર સ્ટ્રાઈકમાં બાલાકોટમાં ભારતે ઉડાવી દીધેલા આતંકવાદી કેમ્પો મામલે સરકારનો મોટો ખુલાસો

મુખ્ય સમાચાર રાજકીય

કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાના વળતા જવાબમા ભારતે Pokમાં એર સ્ટ્રાઇકમાં આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા. જોકે છ મહિના બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(Pok)ના બાલાકોટમા ફરીથી આતંકવાદી કેમ્પો કાર્યરત થયા છે. શિયાળુ સત્ર દરમિયાન કોગ્રેંસના નેતા અહમદ પટેલના સવલા પર જવાબ આપતા ગૃહ મંત્રાલયએ લેખિતમાં આપેલી જાણકારી મુજબ, બાલાકોટમાં ફરી એકવાર આતંકી સંગઠનો સક્રિય થઇ ગયા છે અને ભારતની વિરૂદ્ધ ધાર્મિક અને જેહાદી પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યુ કે, ભારત સરકાર દેશની સીમાઓની સુરક્ષા માટે મક્કમ છે. ઉલ્લેખનીય છે કે, ભારતના આર્મી ચીફએ પણ આ પહેલા જણાવ્યુ હતુ કે, બાલાકોટમા ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકના 6 મહિના બાદ જ આતંકી કેમ્પો ફરી શરૂ થઇ ગયા હતા. જેશ-એ-મહોમ્મદ સહિત બીજા અનેક આતંકી સંગઠનોએ આતંકિઓને ફરીથી ટ્રેનિગ આપવાની શરૂ કરી દીધી છે. લગભગ 500 જેટલા આતંકીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે.