થોડાં સમય પહેલાં જ દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, મનોજ વાજપેયી, સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા, પાર્વતી તિરૂવોતો અને વિજય સેતુપતિ ફિલ્મ ‘કમ્પેનિયન’ના ઈન્ટરવ્યૂમાં સાથે જોવા મળ્યા હતા. આ ઈન્ટરવ્યૂની હોસ્ટ અનુપમા ચોપડા આલિયાને એક સવાલનો જવાબ આપી રહી હતી કે ત્યારે જ દીપિકા તરફ જોતા રણબીરે તેના ખભા પર કિસ કરી દીધી. રણબીરની આ હરકત જોઈ તરત જ એન્કરે કહ્યું, ‘મેં કહ્યું હતું ને, નો પીડીએ (પબ્લિક ડિસપ્લે ઓફ અફેક્શન)’. આ વાત સાંભળી દીપિકા હસવા લાગે અને વચ્ચે આયુષ્માન બોલ્યો, આ બહુ જ મુશ્કેલ કામ છે. તે પછી બધાં હસવા લાગ્યા અને આલિયાની વાત વચ્ચે જ રોકાય ગઈ. ત્યારે એન્કર બોલી કે, મેં કહ્યું હતું ને રણબીર અને દીપિકા બધાંને મેન વાત પરથી ડિસ્ટ્રેક કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ જ ઈન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે આલિયા અને રણવીરના લગ્નની જાહેરાત કરી હતી, જોકે પછી તે પલ્ટી ગઈ હતી.

