ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે અગામી 1 તારીખથી રાજ્યમાં ગુજસીટોક અમલીકરણ કરાશે. આ કાયદાને કારણે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ માટે મદદરૂપ બનશે. કોંગ્રેસના વિપક્ષ નેતા દ્વારા યુવાઓને ભ્રમિત કરવા માટે આ પ્રકારના કથન કરવામાં આવ્યા છે. કોગ્રેસના આગેવાનો સરકારી નોકરીના નામે ગેર માર્ગે દોરે છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં 1 લાખથી વધારે ભરતી કરવામાં આવી છે. કોંગ્રેસના સાશનમાં ભરતી પર પ્રતિબંધ હતી.પરંતું બીજેપી આવ્યા બાદ ગૃહમાં 29,860 ભરતી કરવામાં આવી છે. શિક્ષણમાં 25,284 ભરતી કરાઈ છે. અને પંચાયતમાં 25,758 ભરતી કરાઈ છે. આમ કુલ 1,20,000 કરતા પણ વધારે ભરતી કરવામાં આવી છે. સાથેજ લોકરક્ષક બોર્ડ દ્વારા 9,713 ભરતી પ્રક્રિયા કરાશે. અને બાદમાં 1 ડિસેમ્બરે નિમણૂંક પત્ર આપવામાં આવશે. રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે એ આશયથી ગુજરાત સરકારા ગુજસીટોકને તાજેતરમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા હવેથી આ કાયદાનો અમલ આગામી 1લી ડિસેમ્બરથી કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
જેનો 1લી ડિસેમ્બરથી અમલ થતાં સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રિત થશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, લોક રક્ષક ભરતી બોર્ડે અનાર્મ લોકરક્ષક- 3150, આર્મ્ડ લોકરક્ષક (SRP) – 6009, પુરૂષ જેલ સિપાઇ -499, સ્ત્રી જેલ સિપાઇ – 55 મળી એમ કુલ 9713 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.ગુજરાત પોલીસે લીધેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ 1લી ડિસેમ્બરે નિમણૂંક પત્રો એનાયત કરાશે.

