દિશા પટાણી પોતાની બોલ્ડનેસ અને સોશિયલ મીડિયા પર મુકતી બોલ્ડ તસવીરોને કારણે ઝાઝી ચર્ચામાં રહે છે. દિશા સેટ પર શિસ્તનું પાલન કરનારી અભિનેત્રી છે. તેને તોડા દિવસો પહેલા એક દ્રશ્ય ભજવતી વખતે ઇજા પહોંચી હતી.
આ બાદ પણ દિશાએ શૂટિંગ ચાલુ રખાવ્યું હતું, પરિણામે લોકોએ તેની શિસ્તતાના ખુબ વખાણ કર્યા હતા. પ્રોડકશન સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, ‘દિશાના વર્તનમાં છેલ્લા થોડા દિવસથી ફરક પડી ગયો છે.
તે સેટ પર લાંબા સમય સુધી રહેતી નથી તેમજ જો રહે તો પણ પોતાની મરજી અનુસાર સેટ પર સઘળું થાય તેવી જીદ રાખે છે.’સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, ‘ દરેક કમિટમેન્ટ સાથે દિશા પોતાના નિર્ણયમાં બદલાવ કર્યા કરે છે.તેનો આ મુડ નિર્માતાને મુસીબતમાં મુકી દે છે.
પરંતુ હવે દિશાની સેટ પરની ડિસિપ્લિનને લગતી એક નવી વાત આવી છે. જો આ વાતને સાચી માનીએ તો દિશા હવે સેટ પર નખરા કરવા લાગી છે. છેલ્લો થોડા સમયથી સેટ પર દિશા લોકોને સતાવવા લાગી છે. તેની આ વર્તણૂકથી ફિલ્મના નિર્માતાઓ કંટાળી ગયા છે. દિશાની અશિસ્તતાના કારણે ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી થાય છે.

