સોનાક્ષી સિંહાનો પોતાના કો-સ્ટાર સાથે ડેટ કર્યાનો દાવો

ફિલ્મ જગત

સોનાક્ષી સિંહાએ કારકિર્દીમાં કોસ્ટાર સાથે ડેટ કરી હોય તેવી ખાસ ચર્ચા નથી. જોકે અભિનેત્રીએ પોતે એક કોસ્ટાર સાથે ડેટ કરી હોવાનુ જણાવીને સહુને ચોંકાવી મૂક્યા છે.

”મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સેલિબ્રિટી સાથે ડેટ કરી છે અને મારી આ લવ અફેયરની કોઇને જાણ જ નથી થવા દીધી. મારા માતા-પિતા ઇચ્છે છે કે, હું કોઇ સુશીલ યુવક સાથે સંબંધ બાંધુ. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુશીલ યુવક મળવો મુશ્કેલ છે,” તેમ સોનાક્ષીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સોનાક્ષીનું નામ શાહિદ કપૂર અને રણવીર સિંહ સાથે જોડાયું છે. જોકે આ સંબંધોની જાહેરમાં ચર્ચા થઇ નહોતી. સોનાક્ષી બંટી સચદેહને ડેટ કરી રહી હતી તેવી પણ ચર્ચા હતી. પરંતુ સોનાક્ષીએ આ વાતને રદિયો આપ્યો હતો.

તેણે પોતાના સંબંધ તેમજ લગ્ન વિશે જણાવ્યું હતું કે, ”હું હાલમાં તો પોતાના કામમાં વ્યસ્ત છે હું જ્યારે લગ્નનો ફેંસલો કરીશ ત્યારે અવશ્ય લોકોને જણાવીશ. લોકો કઇ રીતે એમ વિચારી લે છે કે, હું ડેટ કરી રહી છું અને લગ્ન કરવાની છું, તેની મને સમજ પડતી નથી.”