વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે અમેરિકા કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા તૈયાર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાશ્મીર મુદ્દે સમાધાન ઇચ્છે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન હાલ અમેરિકની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસ ખાતે આજે ઇમરાન ખાન સાથે બેઠક યોજ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન આપ્યું છે.
ટ્રમ્પના નિવેદન પર ભારતમાં રાજકિય આક્ષેપબાજી શરૂ
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ ભારતમાં રાજકારણ શરુ થઇ ગયું છે. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું છે કે શું ભારત સરકાર ડોનાલ્ડ ટ્રમ્પને ખોટા કહેશે કે પછી તેની નીતિમાં અઘોષિત પરિનર્તન થઇ ગયું છે અને તે કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની દખલગીરી માટે રાજી થઇ થઇ છે.