કર્ણાટકમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારના કડવા અનુભવ બાદ જેડીએસ(જનતા દળ સેક્યુલર)પાર્ટીએ કોંગ્રેસથી કિનારો કરી લીધો છે.
જેડીએસના નેતા કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે, મારી પાર્ટી આગામી પેટા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી સાથે જોડાણ નહી કરે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.કુમાર સ્વામીએ કહ્યુ હતુ કે, કોઈની સાથે જોડાણ કરવાનો સવાલ ઉભો થતો નથી.
પેટાચૂંટણીના પગલે કર્ણાટકમાં રાજકીય હિલચાલ તેજ બની છે. આ પહેલા કુમારસ્વામી ભાજપને સમર્થન આપવાની વાત કરી ચુક્યા છે. 29 ઓક્ટોબરે તેમણે કહ્યુ હતુ કે, કર્ણાટકમાં ભાજપની સરકાર ગબડી નહી પડે. જરૂર પડે તો અમારી પાર્ટી ભાજપને સમર્થન આપશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જેડીએસ અને કોંગ્રેસે ગઠબંધન કરીને કર્ણાટકમાં સરકાર બનાવી હતી પણ બંને પાર્ટી વચ્ચેનો અસંતોષ છાશવારે સપાટી પર આવતો હતો. કુમાર સ્વામી જાહેરમાં અસંતોષ વ્યક્ત કરી ચુક્યા હતા.

