અમેરિકાના એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન સ્થિત આંતકી સંગઠનો લશ્કરે તોઈબા અને જૈશ એ મહોમ્મદ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ છતા પણ સતત ફંડિંગ ઉઘરાવી રહ્યા છે અને પાકિસ્તાન સરકાર તેમને રોકવામાં નિષ્ફળ ગઈ છે.
આતંકવાદની વૈશ્વિક સ્થિતિને લઈને તૈયાર કરાયેલા રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, આ બંને સંગઠનોની આતંકીઓની ભરતીને રોકવામાં પણ પાકિસ્તાન સફળ થયુ નથી.આ આતંકી સંગઠનો સાથે જોડાયેલા લોકોને ચૂંટણી લડવાની મંજુરી પણ આપી છે.
રિપોર્ટમાં ઈરાનને આતંકવાદના મામલામાં વિશ્વમાં સૌથી વધુ પ્રોત્સાહન આપનાર દેશ ગણાવાયો છે.તેમાં કહેવામાં આવ્યુ છે કે, અલ કાયદાનુ અસ્તિત્વ યથાવત છે.જેનો હેતુ વૈશ્વિક સ્તરે પોતાને જિહાદી આંદોલનના પ્રણેતા તરીકે સ્થાપિત કરવાનો છે.
તેમાં લશ્કર અને જૈશના હવાલાથી કહેવાયુ છે કે, 2018માં તેમનો ખતરો યથાવત રહ્યો છે અને બંને સંગઠનોની ભારતીય તેમજ અફઘાન ટાર્ગેટ પર હુમલો કરવાની ક્ષમતા અને ઈરાદા યથાવત છે.પાકિસ્તાન અને તેના સાથી દેશોએ આશ્વાસન છતા પણ આ સંગઠનો સામે કોઈ કાર્યવાહી કરી નથી.

