હવે 20 સપ્ટેમ્બરે નહીં પણ વિજયાદશમીના દિવસે ભારતને મળશે પહેલુ રાફેલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન રાફેલની ડિલિવરી હવે બે સપ્તાહ મોડી મળશે.

પહેલા ભારતને રાફેલ વિમાનો મળવાની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થવાની હતી.તેની જગ્યાએ હવે આ વિમાન બનાવનાર ફ્રાન્સની કંપની રાફેલે બે સપ્તાહ મોડી એટલે કે 8 ઓક્ટોબરે ભારતને વિમાન ડિલિવર કરવાની જાહેરાત છે.

પહેલુ વિમાન સ્વીકારવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ફ્રાન્સ જશે.યોગાનુયોગ 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ અને દશેરા પણ છે.ભારતમાં એમ પણ દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવાનો રિવાજ છે.

રાજનાથસિંહ ફ્રાન્સના બોર્ડેક્સ નામના શહેરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં રાફેલને રિસિવ કરશે.વાયસેનાના પાયલોટ પણ તેમની સાથે હશે.

વાયુસેનાએ રાફેલ વિમાનોને 17મી સ્કવોડ્રનમાં સામેલ કરવાનુ નક્કી કર્યુ છે.ફ્રાંસ દ્વારા 36 વિમાનોની ભારતને તબક્કાવાર ડિલિવરી કરાશે.