કામચલાઉ જોડાણવાળી સરકારી કોલેજોને કાયમી જોડાણ અપાશે

દેશ-વિદેશ

ગુજરાતની સરકારી સ્ટેટ યુનિવર્સિટીઓ સંલગ્ન અનેક સરકારી કોલેજો પાસે હજુ સુધી કાયમી જોડાણ નથી  અને કાયમી જોડાણ ન હોવાને લીધે કોલેજો જોડાણ પ્રક્રિયાથી માંડી વિવિધ ખર્ચા દર વર્ષે કરવા પડતા હોવાથી ગુજરાત સરકાર દ્વારા સરકારી કોલેજોને કાયમી જોડાણ આપવા અંગે ઠરાવ કરવામા આવ્યો છે. ઉપરાંત યુજીસીની પણ નવી ગાઈડલાઈન મુજબ ૩થી૫ વર્ષનુ કામચલાઉ જોડાણ ધરાવતી સરકારી કોલેજોને કાયમી જોડાણ આપવાનુ હોય છે. યુનિ.દ્વારા ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન હાલ અનેક ગ્રાન્ટેડ અને સરકારી કોલેજો પાસે કાયમી જોડાણ નથી. દરમિયાન ઘણી કોલેજો કેટલાક વર્ષોથી કામચલાઉ એટલે કે એડહોક જોડાણ પણ નથી લેતી. નિયમ મુજબ કોલેજે દર વર્ષે એડહોક જોડાણ માટે અરજી કરવાની હોય છે પરંતુ કેટલીક કોલેજો કરતી નથી. પરંતુ હાલ ૩થી ૫ વર્ષનુ અને તેનાથી પણ વધુ સમયની એડહોક જોડાણ ધરાવતી અનેક કોલેજો છે જેમાં સરકારી કોલેજોને હવે કામયી જોડાણ આપી દેવાશે.રાજ્ય સરકારે ગત વર્ષે ૧૨ જુન ૨૦૧૮ના રોજ ઠરાવ કરીને તમામ યુનિ.ઓની સરકારી કોલેજો માટે કાયમી જોડાણ આપવાનું જાહેર કર્યુ છે.