કોલેજે જિગ્નેશ મેવાણીને ગેસ્ટ તરીકે બોલાવતા હોબાળો

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ.કે આર્ટસ કોલેજ દ્વારા સોમવારે એન્યુઅલ ફંકશનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં ચીફ ગેસ્ટ તરીકે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આમંત્રીત કરવામા આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.જેને પગલે કોલેજ મેનેજમેન્ટ કાર્યક્રમ રદ કરવો પડયો હતો. ગુજરાત યુનિવર્સટી સંલગ્ન ગ્રાન્ટેડ એચ.કે.આર્ટસ કોલેજમાં ૧૧મી ફેબુ્રઆરીએ કોલેજનો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં આવેલા હોલમાં રાખવામા આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે વડગામના ધારાસભ્ય અને કોલેજના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી જિગ્નેશન મેવાણીને બોલાવવામા આવ્યા હતા. જેને લઈને વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો  હતો અને ગઈકાલે કોલેજ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓએ ટ્સ્ટી મંડળ અને આચાર્યને ઉગ્ર રજૂઆત રજૂઆત કરી ચીમકી પણ આપી હતી કે   જો કાર્યક્રમ  થશે તો ધમાલ થશે અને કાર્યક્રમ સફળ નહી થવા દઈએ. File Pic