દેશના કેટલાંક શહેરોમાં નાગરિકતા કાનૂન અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NRC)ને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાગૂ નહી કરવામાં આવે જો કે, નાગરિકતા કાનૂનને લઈને નીતીશ કુમારે કોઈ નિવેદન આપ્યું નથી.
સંસદમાં નાગરિકતા સંશોધન વિધેયકનું સમર્થન કરવાના કારણે કેટલાંક વિપક્ષી દળોએ નીતિશ કુમાર અને જનતા દળ યૂનાઈટેડે ટીકા કરી હતી. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઈટેડે લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા કાનૂનના પક્ષમાં મતદાન કર્યું હતું. નોંધનીય છે કે, CAA અને NRCના વિરોધમાં દેશના ઘણાં શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે અને અમુક જગ્યાએ આ વિરોધ પ્રદર્શનોએ હિંસકરૂપ ધારણ કર્યું હતું.

