દેશહિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડે છેઃ PM મોદી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

નાગરિકતા બિલ પર દેશમાં મચેલા કોહરામ વચ્ચે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, દેશ હિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડતી હોય છે. કેટલાય આરોપો લાગતા હોય છે.જોકે પીએમ મોદીએ આ વાત જીએસટી, ઈકોનોમીને લઈને કરી હતી.

આર્થિક સંગઠનના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2020ની સાથે આગામી દાયકો તમામ માટે સમૃધ્ધિ લઈને આવે તેવી આશા છે. 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીની વાત અચાનક નથી આવી. પાંચ વર્ષમાં દેશ મજબૂત થયો હોવાથી હવે આ લક્ષ્ય પ્રાપ્ત કરવુ શક્ય છે તેવુ સકારને લાગે છે. પાંચ વર્ષ પહેલા અર્થતંત્ર ખતમ થવા તરફ જઈ રહ્યુ હતુ પણ અમારી સરકારે તેને રોક્યુ છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, અમે ઈકોનોમીમાં જે પરિવર્તનો કર્યા છે તેના કારણે ભારતની ઈકોનોમી પાંચ ટ્રિલિયન ડોલરની બની શકે તે માટેનો મજબૂત પાયો તૈયાર થયો છે. જ્યાં સુધી આખો દેશ ભેગો થઈને લક્ષ્ય નક્કી નથી કરતો ત્યાં સુધી આ લક્ષ્ય પુરુ થવાનુ નથી. જ્યારે મેં આ ટાર્ગેટ સેટ કર્યો ત્યારે મને ખબર હતી કે, તેનો વિરોધ થશે અને ભારત આ લક્ષ્ય હાંસ નહી કરી શકે તેવુ પણ કહેનારા હશે.