નાગરિકતા કાયદાના વિરોધની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ-સુરતમાં કલમ 144 લાગુ

ગુજરાત મુખ્ય સમાચાર
CCA અને NRCને લઈને અમદાવાદના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આજે વડોદરામાં જુમ્માની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આજે આ કાયદાની ફરીવાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કથળેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ અને સુરતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
સ્થિતી જોતા રાજકોટ અને વડોદરામાં કોઈ મોટી ઘટના ન બને તે માટે પહેલાથી જ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને આ કાયદા મુજબ શહેરમાં કોઈ પણ પ્રકારની જાહેર સભા કે જાહેરમાં સરઘસ કાઢવામાં આવશે નહિં. બનાસકાંઠાના દરોડામાં ગુરુવારે લોકોએ NRC અને CAAના વિરોધમાં રેલી કાઢી હતી.
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ગુરુવારે વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં ડીસીપી, એક એસીપી સહિત 21 પોલીસ જવાન ઘાયલ થયા છે. આ ઘટના બાદ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસ CCTV ફૂટેજના આધારે લોકોની ઓળખ કરી રહી છે.