ગુજરાતના 1000થી વધુ ભાજપના નેતાઓ દિલ્હી જશે

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આવતીકાલે 30મી જૂને સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદ તરીકેની શપથ લેવા જઈ રહ્યાં છે. ત્યારે દેશભરમાંથી ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને સાંસદો દિલ્હી જવા રવાના થયા છે. ત્યારે ગુજરાતમાંથી એક હજાર જેટલા ભાજપના આગેવાનો, મોટા ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો આજે સવારથી દિલ્હી જવા રવાના થયા છે. જેથી દિલ્હી જતી મોટા ભાગની ટ્રેન અને ફ્લાઈટ હાઉસફુલ થઈ ગઈ છે. ભાજપના યુવા મોર્ચા અને મહિલા મોર્ચાના આગેવાનો આજે સવારથી શપથવિધિમાં હાજર રહેવા ટ્રેનથી રવાના થયા છે.મળતી માહિતી પ્રમાણે 27મે સોમવારથી જ અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટોની ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. સવારથી બપોર સુધી 11 ફ્લાઈટ છે. જેમાં વન-વે એરફેરના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે સાંજ સુધીમાં આ એરફેર 10 હજારને પાર કરે તેવી શક્યતા છે. જેમાં બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસસ ઈકોનોમી ક્લાસની એરટિકિટ તો વેચાઈ ગઈ છે. જેથી હવે VIP લોકો પાસે ઈકોનોમી ક્લાસની ટિકિટ ખરીદવાનો જ વિકલ્પ રહ્યો છે. ઈકોનોમી ક્લાસની ટિકિટનો ભાવ પણ વધી રહ્યો છે.