અમરનાથ યાત્રિકો અને પ્રવાસીઓ પરત ફરતા કાશ્મીરમાં વેપાર ધંધા ઠપ્પ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સરકારની એડવાઇઝરી બાદ કાશ્મીરમાંથી અમરનાથ યાત્રિકો અને પર્યટકો પરત ફરતા અહીંના વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. અહીં પર્યટન સાથે જોડાયેલા લોકો પરેશાન થઇ ગયા છે અને હોટલો તેમજ હાઉસબોટ્સમાં સન્નાટો જોવા મળી રહ્યો છે ત્યારે બીજા રાજ્યોમાંથી કાશ્મીરમાં કામ કરી રહેલા મજુરો અસમંજસમાં છે.

એડવાઇઝરી જાહેર થયાં બાદ યાત્રિકો અને પ્રવાસીઓને કાશ્મીરમાંથી લાવવા સરકાર તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે તમામ મુસાફરો નિકળી ગયા બાદ કાશ્મીર યાત્રિકો અને પ્રવાસીઓથી ખાલી થઇ ગયું છે. શ્રીનગરમાં ડલ ઝીલમાં હાઉસબોટ સાથે-સાથે શિકાર પણ થમી ગયો છે. પર્યટનના વ્યવસાય સાથે જોડાયેલા અન્ય લોકોના પણ વ્યવસાય ઠપ્પ થઇ રહ્યાં છે.