દિવાળીના શુભ દિવસે મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

હરિયાણામાં દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટરે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આજે ફક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવાયા હતા. તો નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ શપથ લીધા હતા. ચંદીગઢમાં રાજભવનમાં થયેલ સમારોહમાં મનોહરલાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદના શપથી લીધા હતા. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. તો બીજેપી સરકાર બનાવવા માટે સમર્થન આપનાર જનનાયક જનતા પાર્ટીના ધારાસભ્યદળનાં નેતા દુષ્યંત ચૌટાલાએ પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથી લીધા હતા.

શપથ સમારોહ માટે દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલા પહોંચ્યા હતા. તેઓની સાથે પંજાબના પૂર્વ સીએમ અને અકાળી દળના નેતા પ્રકાશસિંહ બાદલ અને તેમના પુત્ર સુખબીર બાદલ પણ પહોંચ્યા હતા. શપથ ગ્રહણ માટે બીજેપી કાર્યકરી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કરનાલથી ધારાસભ્ય મનોહરલાલ ખટ્ટર એક સમયે સંઘના પ્રચારક તરીકે કામ કરતા હતા. 2014માં બીજેપીની જીત બાદ પાર્ટીએ તેમને સીએમ પદ પર બેસાડ્યા છે.