અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં ક્યાર વાવાઝોડની અસરથી આગામી ચાર દિવસ સુધી રાજ્યનું વાતાવરણ ડિસ્ટર્બ થયું છે. વાદળિયા વાતાવરણ વચ્ચે દિવાળી અને બેસતા વર્ષે નવરાત્રીની જેમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. દરમિયાન બપોર બાદ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
અચાનક આવેલા વાતાવરણમાં પલટાના કારણે દિવાળીના દિવસે જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પણ નિરાશનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના અડાજણ, વેસુ,ઉધના, અઠવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે રોડ પાણી પાણી થઈ ગયા હતા. જ્યારે વલસાડ જિલ્લામાં વલસાડ અને ધરમપુરમાં પણ વરસાદ નોંધાયો હતો.

