પ્રાંતિજના સોનગઢમાં ખેડૂત પરિવાર પર ભમરાંનું ઝૂંડ ત્રાટક્યું, પિતાનું મોત અને 2 પુત્ર સારવારમાં

ગુજરાત મુખ્ય સમાચાર

પ્રાંતિજના સોનગઢમાં આજે ખેતરમાં જતા પિતા અને તેના પુત્રોને ભમરાઓ કરડ્યા હતા. અચાનક જ ભમરા ત્રણેય પણ તૂટી પડ્યા હતા અને અસંખ્ય ડંસ માર્યા હતા. ભમરાના ઝેરીના ડંસથી પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે પુત્રોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે ત્યાંથી બંનેને ખાનગી હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.
એક પુત્રની હાલત ગંભીર
સોનગઢની સીમમાં પિતા સાથે બે દીકરાઓ ખેતર જઈ રહ્યા હતા ત્યારે ભમરાંનું ઝૂંડ ત્રણેય પર તૂટી પડ્યું હતું. ઝેરી ડંસથી ઘાયલ થયેલા તમામને સારવાર માટે ખસેડાયા હતા. જો કે, સારવાર દરમિયાન પિતાનો પ્રાણ પંખેરું ઉડી ગયો હતો. જ્યારે ચાર વર્ષીય પુત્રની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. ભમરાં કરડતા એક વ્યક્તિનું મોત થતાં સોનગઢ ગામમાં ખળભળાટ મચી ગયો હતો.