બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની કાર પર સ્યાહી ફેંકીને કાળા ઝંડા દેખાડ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

બિહારના મુઝફ્ફરપુરમાં મંગળવારે મુખ્યમંત્રી નીતીશકુમારે વિરોધનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન નીતીશકુમારનો વિરોધ કરી રહેલાં એક અજ્ઞાત સંગઠનના કાર્યકરોએ કાળા ઝંડા દેખાડીને તેમની કાર પર સ્યાહી ફેંકી હતી.

બિહાર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશકુમાર મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલના કેમ્પસમાં 105 કરોડની યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન કેટલાક લોકોએ એમનો વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રી વાહનથી કાર્યક્રમના સ્થળની તરફથી જઈ રહ્યાં હતાં, ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમને કાળા ઝંડા દેખાડીને સ્યાહી ફેંકી હતી, જે સ્યાહી એમની કાર પર જઈને પડી હતી. જેના પગલે આસપાસ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, બાદમાં મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત સુરક્ષા જવાનો વાહનથી નીચે ઉતર્યો હતાં, જેને પગેલ વિરોધ કરનાર લોકો ભાગી ગયા હતાં.

આ સંદર્ભે પોલીસે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, વિરોધ પ્રદર્શન કરનાર બે લોકોની અટકાયત કરી છે અને જેમની પૂછપરછ ચાલી રહી છે. આ લોકોએ કેમ કાળા ઝંડા દેખાડીને સ્યાહી ફેંકી, એ અંગેની માહિતી પૂછપરછ પછી જાણી શકાશે.