ડોપીંગમાં દોષિત સાબિત થતાં ભારતીય ઓપનર પૃથ્વી શૉ આઠ મહિના માટે સસ્પેન્ડ

ખેલ-જગત મુખ્ય સમાચાર

યુવા ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉને બીસીસીઆઇએ આઠ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. ડોપીંગ ટેસ્ટમાં દોષિત સાબિત થતા તેને દરેક ફોર્મેટમાં સસ્પેન્ડ કરી દેવાની જાહેરાત બીસીસીઆઇએ કરી હતી. શૉ સિવાય વિદર્ભથી રમતા ડોમેસ્ટિક ક્રિકેટર અક્ષય દુલારવાર અને રાજસ્થાનના દિવ્ય ગજરાજને પણ આ નિયમમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પૃથ્વી શૉનું સસ્પેન્શન માર્ચ 16 , 2019 થી નવેમ્બર 15 મધ્યરાત્રિ સુધીનું છે. બીસીસીઆઇએ જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે એન્ટી ડોપીંગ ટેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત શૉએ યુરીન સેમ્પલ આપ્યું હતું. આ સેમ્પલ 22 ફેબ્રુઆરીએ ઇન્દોરમાં રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન લેવાયું હતું. સેમ્પલ ટેસ્ટમાં ટર્બ્યુટલાઇન નામનું તત્વ મળ્યું હતું જે સામાન્ય રીતે કફ સીરપમાં હોય છે. આ તત્વ પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે.

આ મામલે પૃથ્વી શૉએ કહ્યું કે તેણે કફ થયા બાદ સિરપ પીધુ હતું તેના લીધે આ પરિણામ આવ્યું હોઇ શકે છે. આ સ્પષ્ટીકરણ બાદ પણ બીસીસીઆઇએ સસ્પેન્શનમાં કોઇ ફેરફાર કર્યો નથી